ગુજરાતની ભુગોળ
(૧)બનાસ નદી ની બે શાખા નદીઓ કઇ છે?
►સિપ્રિ અને બાલારામ
(૨) ડાકોર માં કયુ તળાવ છે?
► ગોમતી તળાવ
(૩)અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાત નુ કયુ પ્રખ્યાત તિર્થધામ
આવેલ છે?
►અંબાજી
(૪)સુમુલ ડેરિ ક્યા આવેલી છે?
► સુરત
(૫)જાફરાબાદ બંદર ક્યા આવેલુ છે?
►અમરેલી
(૬)કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે
ઓળખવામાં આવે છે?
►ઝાલાવાળ
(૭)ચરોતર કઇ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે?
►મહિ અને શેઢી
(૮)સોમનાથ કઇ નદી ના કિનારે આવેલું છે?
►હિરણ
(૯)ગોલ્ડ્ન બ્રિજ કઇ નદી પર આવેલો છે?
►નર્મદા(ભરુચ)
(૧૦)ત્રિનેશ્વર મહાદેવનુ મંદિર કયા જિલ્લા માં આવેલુ છે?
►સુરેંદ્રનગર
(૧૧)સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભુમિ કયા જિલ્લામાં છે?
►મોરબી
(૧૨)કંઠીનું મેદાન કયા જિલ્લામાં છે?
►કચ્છ જિલ્લામાં
(૧૩)ગુજરાતનુ ક્યુ બંદર મત્સ્યબંદર તરીકે ઓળખવામા આવે છે?
► વેરાવળ
(૧૪)ગુજરાતનુ કયુ મંદિર કર્ક્વ્રુત પર આવેલુ છે?
►મોઢેરાનુ સુર્યમંદિર
(૧૫)ગુજરાતનુ રાજ્ય પંખી કયુ છે?
►સુરખાબ
►www.parimalasodiya.blogspot.com◄

Post a Comment