0

બિનસચિવલાય ક્લાર્ક ભરતી ૨૦૧૪/૧૫
જય ગુજરાત, 
મિત્રો, પહેલા સૌ કોઇ મિત્રો ગઇ કાલે હાજર રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર..!!!
પોઇંટ પર આવતા ટાઇમ ના લેતા જણાવું કે ગઇ કાલે અમે વકીલને 5 લોકો મળવા ગયા હતા અને ત્યાં સમય વધુ જતા તમામ ઉમેદવારો ઘરે જતા રહ્યા હતા.. તો ઘણા ઉમેદવારોને હજુ ખબર નથી કે શું થયુ છે અને શુ નિર્ણય કર્યો..!!!
હજુ ભી ઘણા નવા નંબર ઉપર થી કોલ્સ અને મેસેજ આવે છે કે શું કર્યુ અને શું થયુ? (હું તમારી લાગણી અને ઉતાવળ સમજી શકું છુ)
હવે ખરેખર શું બાબત છે એ જણાવી દઉં.
પહેલા તો ગૌણસેવામાં અમે ગયા અને ચૈરમેન અને અન્ય મોટા સાહેબોને મળ્યા તો એમનું એવુ કહેવુ છે કે કોર્ટની કાર્યવાહી છે અને અમે અમારો પૂરતો પ્રયત્ન કરીએ છીએ પરંતું કોર્ટ ક્યારે નિર્ણય આપે એ અમે કહી શકીયે નહી...
આપણી એમને બીજી વાત કરી કે બાહેંધરી પત્ર લખાઇને અમને ઓર્ડર આપો  તો કહે કે ના કોર્ટમં બધુ ક્લીઅર થાય નહી ત્યા સુધી અમે કશું કરી શકવાના નથી...
એ લોકો કેટલો સમય થશે એ પણ ચોક્કસ કહેતા નથી.... આશરે સમય 2 મહિના નો  કહ્યો...( એમના 2 મહિના એટલે ખરેખર ૬ મહિના :p)... એમને એ ચોક્કસ કહ્યું કે ભરતી ૧૧૦% રદ નહી થાય... ( એનુ ટેંશન ના લેતા કોઇ અને અફવાઓ ઉપર ધ્યાન આપવું નહી)
હવે નહતા આવ્યા એ લોકો પણ ઘણા ઉત્સુક છે જાણવા માટે કે કાલે અમે શું ઘોડા દોડાવ્યા? તો કાલે અમે મિડીઆ વાલાને બોલાવી એમને આપણો પ્રોબલેમ કીધો અને એ આજના ન્યૂઝ પેપરમાં વાંચવુ રહ્યું.. બીજું અમે ગૌણસેવા મંડળમાં અને સી.એમની ઓફિસમં આવેદનપત્રો મોકલ્યા છે... જેના પરિણામે આપણને સી.એમને મળવાની મંગળવારની અપોઇન્ટ્મેન્ટ પણ મળી છે.. સી.એમ ને મળીને આપણો પ્રશ્ન સારામાં સારી રીતે પ્રેસન્ટ કરી શકાય એની સંપૂર્ણ તૈયારીજેવી કે તમામ પ્રકારના ડોક્યુંમેન્ટ્સ ભેગા કરી એની ફાઇલ બનાવી અને એમની સાથી કયા મુદ્દે વાત કરવી વગેરે,,,,, તો હાલ સી.એમ ઉપર આપણી બધી આશાઓ રાખી શકાય એવું મારું માનવું છે.
હવે મુખ્ય વાત ઉપર આવું. ઘણાને એમ થતું હશે કે આપણેતો વકીલ રોકવા માટે ભેગા થયા હતા.. તો એનું શુ કર્યું?
બધાને ઓર્ડરની ઉતાવળ હોઇ પૈસા ખર્ચીને 15 દિવસમાં ઓર્ડર લઇ લઇએ આવી સૌને ઇચ્છા હતી અને મારી તો કદાચ સૌથી વધારે હશે!!!
પણ વકીલને મળતા એવું જાણવા મળ્યું કે સરકારી વકીલ કેસનું હેંડલીંગ કરે કે પ્રાઈવેટ કરે.. બન્નેનો ટાઇમતો અલમોસ્ટ સરખો જ થશે.. મોટા વકીલો અત્યારે હા હા પાડી લાખો રુપિયા એમ જ પડાઇ લેશે,, આતો એવી વાત થઇ કે “વર મરે કે વહુ મરે... બ્રહામણનું પેટ ભરે”” કેહવાનો મતલબ કે પ્રકાશદાન ગઢવી કે આપણે જેનું જે થવું હોય એ થાય પૈસા તો વકીલ જ લઇ જાય... એટલે હું તો નથી માનતો કે વકીલની પૈસા આપી આપણે વધારે ગૂંચવણમાં પડવું જોઇએ...
હવે મિત્ર્રો એક અગત્યની વાત... સૌ કોઇએ જાણવા જેવી....
હજું ઘણા એ વાત ક્લીઅર નહી જાણતા હોય  કે આપણી ભરતી પ્રક્રિયા કયા કેસના લીધે ખરેખર અટકી છે... તો વકીલ સાથે વાત કરતા એમની તમામ ચુકાદા વાંચ્યા અને આપણી વાતો ધ્યાનમાં લીધી તો એમને કહ્યું કે રસિક ચૌધરી વાળો કેસ આપણી ભરતી પ્રક્રિયાને કંઇજ અસર કરતો નથી...મુખ્ય કારણ નોન ક્રિમિલિઅર સર્ટીવાળો પ્રકાશદાન ગઢવીનો છે...  સૌથી અગત્યની વાત એ કજે વકીલે કહ્યુંકે “તમારી ભરતી ઉપર ક્યાંય કોર્ટે સ્ટે આપ્યો નથી..”
www.4educationnews.blogspot.in
કોર્ટે સ્ટે આપ્યો જ નથી પણ પ્રોબલેમ એટલે છે કે કોર્ટે પ્રકાશદાનના ફેવરમાં ચુકાદો આપ્યો ત્યારે લખ્યું “કે ગૌંણસેવા ભરતી પ્રક્રિયા કરે ત્યારે પ્રકાશદાનને એના મેરીટ નંબરને આધારે તમામ રીતે ન્યાય આપવો.. અને આ ચુકાદો આ જ કેસમાં અપવાદમાં આપ્યો છે.. બીજો કોઇ ઉમેદવાર આનો રેફ્રરન્સ લઇને માંગણી કરી શકશે નહી”

હવે જો ગૌંણસેવા આ ચુકાદા પ્રમાણે પ્રકાશદાનને ઓર્ડર આપે છે તો એને મેરીટ પ્રમાણે તો ખાતું કઇ રીતે આપવુ??? કારાણ કે એના પછીના તમામ ઉમેદવારોએ બધી સીટો ભરી દીધી છે અને એને વચ્ચે લાવે તો એના પછીના બધા ઉમેદવારો એ જે ખાતા લીધા હોય એ બદલવા પડે અને એ ખાતા ફાળવણી ની પ્રોસેસ ફરીથી કરવી પડે.. અને એટલું કરવા પછી પણ બીજો કોઇ ઉમેદવાર ઉભો થાયા જ કે મને પણ લેવો પડશે અને એ કોર્ટમાં જાય અને આપણે પાછો નવેસરથી એકડો ઘૂંટવો રહ્યો... માટે ગૌણસેવા ઓર્ડર નથી કાઢતી કારણા કે કોર્ટના ચુકાદાને કારણે પ્રકાશદાન ને ઓર્ડર અપાતા ઘણા પ્રશ્નો ઉભા થાય એમ છે... 
એટલે ગૌણસેવાએ એલ.પી.એ કરી છે એની ડેટ આવી જાય ત્યા સુધી રાહ જોઇએ.. અને જો સી.એમ તરફ થી કૈ પોસિટીવ રિસ્પોંસ મળે તો એ આપણું નસીબ અને બોનસ.... ચિંતા છોડો અને ભગવાનને પ્રાર્થના કરો... 2447 ની પ્રાર્થના એકસાથે થશે તો ચોક્કસ થી સારા પરિણામ આવશે... 

આભાર....
પરિમલ આસોડિયા 


INFORMATION SHARED BY HITEN PATEL ..........

Post a Comment

 
Top